THE PROPITIOUS MESSAGE

unnamed

        એક ઈજનેર બાપનો એકનો એક દીકરો. પોતે ઈજનેર એટલે પોતાનો દીકરો પણ જીવનમાં કાંઈક બને તેવી મહેર્છા.તેથી ખુબ લાડથી ઉછેરીને મોટો કર્યો.તેને બાળપણથી જ કશી ચીજની ખોટ અને ઓછપ રહેવા ના દીધિ.તેને વિજ્ઞાન અને ટેક્નોલોજી માં રસ લેતો કર્યો.એક બાપ તરીકે તે પોતાના દીકરાને વિવિધ પ્રકારના પુસ્તકોના વાંચનમા રસ લેતો શીખવતો. તેમજ કલા અને સાહિત્ય પ્રત્યે રુચી કરતો કર્યો. વિજ્ઞાનના વિવિધ પ્રકારનાં પ્રયોગો કેમ કરાય તે જણાવ્યું.
એક દિવસ આ છોકરો થોડો મોટો થયો.તે જાતે ઘરે    વિવિધ પ્રકારનાં ગતકડાં કર્યા કરતો. વિજ્ઞાન ને લગતા નાનાં મોટા પ્રયોગો કરતો.ચિત્રો દોરતો, કોક દી’ અલગ અલગ નવલકથા ને લગતી દુનિયાના વાંચનમા પુરાઈ જતો.આ બઘું જોઈને તેના બાપને ખુબ આનંદ થતો.
હવે એક વાર બન્યું એવું કે તે છોકરો એક વિજ્ઞાન ના પ્રયોગમાં નિષ્ફળ ગયો અને ખુબ નિરાશ થઈ ગયો,દિકરાને આમ હતાશ જોઈ પેલો બાપ તેની પાસે ગયો અને કહ્યુ કે “જો દીકરા! મે આખી જીન્દગી સમાજના કલ્યાણમાં જ અર્પિત કરી છે, એક ઈજનેર તરીકે મે માનવજાત માટે મારાથી જેટલુ બને તેટલુ બધુ જ કર્યુ છે , ભગવાને બધાને અલગ અલગ શક્તિ આપી છે. ભગવાને જેને જે જ્ઞાન,શક્તિ,કલા, કૌશલ્ય કે આવડત આપી છે તેનો ઉપયોગ સૌ જીવોનાં કલ્યાણ માટે કરવો તે જ માનવ જાતનો ધર્મ છે.વધુમાં વધુ લોકોને આપણી ક્ષમતાનો લાભ મળે તે આપણો મુખ્ય ઉદેશ્ય હોવો હોઈયે”. આ બધુ સાંભળી તે દિકરા એ મન મજબુત કર્યુ અને પાછો પોતનાં કામે વળગી ગયો.

2 thoughts on “THE PROPITIOUS MESSAGE

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s