The Song of Heart

 

હોસ્પીટલમાં એક શખ્સ તેનાં જીવનની અંતિમ સાસ લઈ રહ્યો હતો.પળ પળ તેનાં મગજમાં જીવનનાં જુદાં જુદાં વર્ષોનાં પુરેલા રંગો ભાગ લઈ રહ્યા હતાં. બધુ જ એક મુવીનાં શોર્ટ ટેલરની માફ્ક આગળ પાછળ જુમી રહ્યું હતું.જીવેલી જીંદગાની ની ખુબ જ ક્ષુલ્લક પળો યાદ આવી રહી હતી. ક્યારેક વીતાવેલી એકલતાં તો કયારેક બીજા સાથે માણેલી ખુબસુરત પળો નાચતી દેખાતી હતી.
બીજાને કરેલા સુખદ પ્રેમની ક્ષણો જોઈને તેના મોં પર હળવી એવી સ્માઈલ પણ આવતી અને કોઈક સાથે કરેલા વેરની યાદ તેનાં મોં પર નારાજગી પણ લઈને આવતી હતી.તો ક્યારેક જીવનમાં કરેલો સંઘર્ષ તેનાં જીવનને કયાં લઈ ગયો તે સ્પષ્ત જણાઈ આવતું હતું. સંઘર્ષનાં દિવસો કઈ રીતે પાર કરી પોતે આખી લાઈફ બનાવી તેનું મીઠું સંગીત વાગી રહીયું હતું.પણ પછી તેને સમજાઈ ગયું કે તે જીવનમાં કેટલું જરુરી હતું.
તેણે કરેલી ખ્વાઈશો,ફરમાનો અને તર્કો કઈ રીતે પાર કર્યા તો કેટલાક બાકી પણ રહી ગયા તેનું મીઠું હાલરડું ગુંજવી મુકે તેવું હતું. આંખોમાં આવતું પાણી આવી છોટી છોટી પળો જે તેણે સમગ્ર જીવન દરમિયાન માણી તેની સાક્ષી પુરે છે.આ સંગીત સાંભળી તેનુ હૈયુ ખુશીથી ફુલાઈ જતું હતું.મન માં ન્રુત્ય કરતું હૈયુ જીવનની આખરી સાંસોની સાક્ષી પુરતું હતુ.
અંતે તેનાં દિલમાંથી એક જ વાક્ય ગુંજે છે કે “હુ ક્ષણભંગુર યાદ છું જે તમે જીવી ગયાં!” આ શખ્સ બીજુ ઓર કોઇ નહીં પણ જેને તમે રોજ મળો છો,જોવો છો તે છું.

The True Way

 

એક ખુબ જ અમીર અને પ્રખ્યાત શેઠ રસ્તા પરથી જઈ રહ્યા હતા.માત્ર થોડું દુર જવાનું હોવાથી ચાલીને પોતાનો માર્ગ પસાર કરી રહ્યા હતા. ત્યાં રસ્તામાં થોડાં લોકોનું ટોળું શેઠની સામે આવ્યું.તેમની સામે ખિલ્લી ઉડાડતા બોલવા લાગ્યુ “હાય રામા રામ! કેવો લુચ્ચો માણસ છે.આટ આટલા રુપિયાનો માલીક છે તોય જોવો! કેવો રસ્તા પર ચંપલ ઘસડી ઘસડીને જાય છે.આવાનું શું જોઈને ભગવાને આટ આટલો રુપિયો આપ્યો હશે?” શેઠને આ સાંભળીને ખુબ દુ:ખ થયું.
બીજે દિવસે શેઠ રસ્તા પરથી પોતાની નવી લીધેલી ફોર વ્હીલ પર જઈ રહ્યા હતા. શેઠ પોતે બેઠા હતા અને ડ્રાઈવર કાર ચલાવતો હતો.કાર ચાર રસ્તા પર પહોચીં. ત્યારે ડ્રાઈવરે ગાડી ઉભી રાખી. ત્યારે પાછું તે જ ટોળું રસ્તા પર પસાર થઈ રહ્યું હતુ. શેઠને પાછળ બેઠેલા જોઈને ભસવાં લાગ્યું કે “બાપ રે બાપ! કેવો માણસ છે?સાવ હરામી છે. આટલી મોઘીંડાટ કાર ચલાવવા નોકરને આપી ને પોતે કેવો પાછળ પડો છે. આવી સારી કાર ચલાવવા વળી કોઈ’દી કોઇને અપાય?”
ત્રીજે દિવસે શેઠ રસ્તા પરથી જાતે ફોર વ્હીલ ડ્રાઈવ કરીને જઈ રહ્યાં હતા.પાછી વળી ગાડી ચાર રસ્તે પહોચીં શેઠે ગાડી ઉભી રાખી. ત્યારે પાછું તે જ ટોળું રસ્તા પર પસાર થઈ રહ્યું હતુ. શેઠને જોઈ બળાપાં કાઠવા લાગ્યું “હાય હાય માંડી!કેવો લુખ્ખો શેઠ છે? પોતે આટ આટલી મિલકત રાખીને બેઠો છે તોય જોઈ લો! એક ડ્રાઈવર પણ થોડાક રુપિયા ખર્ચીને રાખી નથી શક્તો! ”
શેઠે પોતાની સમસ્યાનાં સમાધાન માટે એક સંતને મળવાનું વિચાર્યુ. સંત પાસે જઈને તેમને પોતાની વાત કહી! આ બધું સાંભળીને સંત ખડખડાટ હસવાં લાગ્યા.પછી તેમણે શેઠને જવાબ આપતા કહ્યું કે
“જુઓ!આ દુનિયાને જોવાની સૌની રીત એક્બીજાથી અલગ છે.બધા પોત પોતાના વિચાર એક્બીજા પર રોપ્યાં રાખે છે,પોતે બીજાથી હોશિયાર છે તેવું જતાવીને પોતાનો અહ્મ સંતોષવો છે.તેથી આપણે કદી બીજાના દ્રષ્ટીકોણથી પોતાની કિંમત ના આંકવી જોઈયે,આપણે પોતે પોતાનું મુલ્ય આકવું જોઈયે.તમને પોતાને અંદરથી શું સાચું લાગે છે તેનું અનુસરણ કરવું જોઈયે.”
શેઠને આ વાત સાંભળી આનંદ થયો. પછીથી તેઓ ખુશખુશાલ રહેવા લાગ્યા!